Fee Instructions

કેટલીક ઉપયોગી સૂચનાઓ : (શૈક્ષણિક વર્ષ 2023-24 માટે)
  1. શાળાની ફી ત્રિમાસિક ધોરણે ભરવાની રહેશે. એક સાથે છમાસિક અને વાર્ષિક ફી પણ ભરી શકાશે. અનિવાર્ય સંજોગો હોય તો આચાર્યશ્રીને અરજી કરીને, તેઓની મંજૂરી મેળવીને માસિક ફી ભરી શકાશે.
  2. શાળામાં ત્રિમાસિક / છમાસિક / વાર્ષિક ફી નીચે મુજબ જમા કરાવવાની રહેશે.

    જૂન માસમાં…
    ત્રિમાસિક ફી (જૂનથી ઓગસ્ટ) / છમાસિક ફી (જૂનથી નવેમ્બર) / વાર્ષિક ફી (જૂનથી મે)

    સપ્ટેમ્બર માસમાં…
    ત્રિમાસિક ફી (સપ્ટેમ્બરથી નવેમ્બર માસ)

    ડિસેમ્બર માસમાં…
    ત્રિમાસિક ફી (ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ) / છમાસિક ફી (ડિસેમ્બરથી મે માસ)

    માર્ચ માસમાં…
    ત્રિમાસિક ફી (માર્ચથી મે માસ)

  3. ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓએ… ડિસેમ્બર માસમાં… શાળામાં છ માસની ભેગી ફી (ડિસેમ્બરથી મે માસની) જમા કરાવવાની રહેશે.
  4. કોઈ પણ ધોરણમાં નવો પ્રવેશ લેતા વિદ્યાર્થીએ શાળાની નિયત ત્રિમાસિક / છમાસિક / વાર્ષિક ફી ઉપરાંત જે-તે ધોરણ માટે લાગુ પડતી દાખલ ફી તેમજ 2,000/- રૂ. કોશન મની ડિપોઝિટ શાળાના કાર્યાલયમાં ભરવાની રહેશે. કોશન મની ડિપોઝિટ શાળા છોડ્યાના 3 માસ સુધીમાં કોશન મની ડિપોઝિટની રસીદ શાળામાં જમા કરાવીને પરત મેળવી શકાશે તેથી તેની રસીદ અવસજ્યા સાચવી રાખવી.
  5. નવો પ્રવેશ : આનંદ બાલવાડી(નર્સરી)માં, જ્ઞાનયજ્ઞ વિદ્યાલયના ધોરણ-1 (પ્રાથમિક વિભાગ)માં, ધોરણ-9 (માધ્યમિક વિભાગ)માં તેમજ ધોરણ-11 (ઉચ્ચતર માધ્યમિક વિભાગ)માં ‘નવો પ્રવેશ’ ગણવામાં આવશે. આ ઉપરાંત, અન્ય શાળામાંથી આ શાળામાં કોઈ પણ ધોરણમાં પ્રથમ વખત પ્રવેશ લેનારનો ‘નવો પ્રવેશ’ ગણવામાં આવશે.
  6. નાસ્તા ફી / ભોજન ફી : આનંદ બાલવાડી (નર્સરી, જુનિ. કે.જી., સિનિ. કે.જી.), જ્ઞાનયજ્ઞ વિદ્યાલય (ધોરણ-1થી 5)ના વિદ્યાર્થીઓને શાળામાંથી નાસ્તો તથા મિત્ર પુનર્વસન કૅન્દ્રના વિદ્યાર્થીઓને શાળામાંથી ભોજન આપવામાં આવે છે. તેથી આ વિદ્યાર્થીઓએ સત્ર પ્રારંભે શાળાની નિયત ફી ઉપરાંત નાસ્તા ફી / ભોજન ફી અલગથી ભરવાની રહેશે. બંને સત્રની (આખા વર્ષની) નાસ્તા ફી / ભોજન ફી પ્રથમ સત્રના પ્રારંભે પણ ભરી શકાશે.
  7. ફી જમા કરાવવા બાબત :
    1. શાળામાં ઍકાઉન્ટ ઑફિસના ફી કલેક્શન કાઉન્ટર પર સવારે ૮.૦૦ થી બપોરે ૧.૦૦ દરમિયાન રોકડેથી, ચૅક કે ડ્રાફ્ટથી અથવા ડૅબિટ/ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરીને ફી જમા કરાવી શકાશે. (વર્ગશિક્ષક ફી સ્વીકારશે નહિ.) કોઈ પણ કારણોસર ફીનો ચૅક કે ડ્રાફ્ટ બૅન્ક દ્વારા સ્વીકારવામાં ના આવે તો બૅન્ક દ્વારા દંડ પેટે વસૂલવામાં આવતી રકમ ભરવાની જવાબદારી વાલીની રહેશે.
    2. શાળાની ફી ઑનલાઈન નૅટબેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, UPI આદિ ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને યોગી વિદ્યાપીઠની વૅબસાઈટ<www.yogividyapeeth.org.in>દ્વારા પણ જમા કરાવી શકાશે. ઑનલાઈન ફી જમા કરાવતી વખતે વિદ્યાર્થીનું નામ, ધોરણ, વર્ગ, રોલ નંબર, GR. NO., મૉબાઈલ નંબર અને ઇમેઈલ આદિ વિગતો કાળજી રાખીને અવશ્ય સાચી ભરવી. ખોટી માહિતીને કારણે ફી જમા ના થાય કે વિલંબ થાય તે માટેની જવાબદારી વાલીની રહેશે. (ડૅબિટ/ક્રેડિટ કાર્ડ કે નૅટબેંકિંગથી પૅમેન્ટ કરનાર પાસેથી જે-તે બૅન્ક દ્વારા નક્કી કરાયેલ સર્વિસ ચાર્જ વસુલવામાં આવતો હોય છે, જેની નોંધ લેશો.)
    3. ફી 1થી 20 તારીખ દરમિયાન સમયસર અચૂક જમા કરાવવી.
  8. ફી ભર્યાની પહોંચ :
    1. ઑનલાઈન પૅમેન્ટ સફળતાપૂર્વક કરી દીધાના 4થી 5 કામના દિવસો બાદ શાળાની ઍકાઉન્ટ ઑફિસમાંથી ફી ભર્યાની સહી-સિક્કાવાળી પહોંચ અવશ્ય મેળવી લેવી.
    2. જે-તે શૈક્ષણિક વર્ષ પૂરું થાય ત્યાં સુધી ફી ભર્યાની તમામ રસીદો અવશ્ય સાચવી રાખવી.

* * * * *

~ આચાર્ય/સંચાલક

© 2025 Yogi Vidyapeeth. All rights reserved.